૨૦૦૩ના વિજળી અધિનિયમ અન્વયે ફરીયાદ નિવારણ તંત્ર વ્યવસ્થા |
Array છાપો Array |
|
ફરીયાદોનું સ્વરૂપ :
સામાન્ય રીતે ગ્રાહકને નીચેની બાબતોમાં ફરીયાદો હોય છે.
બિલ
જોડાણ છૂટું ન કરવું.
જોડાણ છૂટું કરવું.
સર્વિસનું ફરીથી જોડાણ
મીટરને લગતી ફરીયાદો
વિજ પુરવઠામાં અવરોધ
વિજ પુરવઠાની ગુણવત્તા
પરવાનેદાર પાસેથી કોઇપણ સેવામાં વિલંબ
સલામતી સંબંધિત ફરીયાદો
પરવાનેદાર દ્વારા નિયમો અને વિનિયમોનો ભંગ
૨૦૦૩ના વિજળી અધિનિયમ અને તે હેઠ્ળ ઘડેલા વિનિયમો અનુસાર ગ્રાહકોને ક્રમશ: ઉપલભ્ય ઉપાયો નીચે પ્રમાણે છે.
પરવાનેદારની આંતરિક નિવારણ સિસ્ટમ :
ઉપર પૈકી કોઇપણ ફરીયાદ ધરાવતાં ગ્રાહકે, પરવાનેદારની આંતરિક નિવારણ સિસ્ટમ સમક્ષ ક્રમિક રજૂઆત કરવી- એટ્લે કે નીચલા સ્તરે નિષ્ફળતાં મળે કે જવાબ ન મળે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવી.
૧.પરવાનેદારની સ્થાનિક કચેરી ૨.પ્રભાગના હવાલામાંની કચેરી ૩.સર્કલના હવાલામાંની કચેરી ફરીયાદ હલ કરવામાં ન આવે તો, ગ્રાહકના વિસ્તારમાં પરવાનેદારના સંબંધિત ફોરમ પાસે ફરીયાદ દાખલ કરી શકે. વિજળી ઓમ્બુડસમેન
ગ્રાહક્ને ફોરમના હુકમથી હજુ સંતોષ ન થાય તો, તે ઓમ્બુડસમેન સમક્ષ રજૂઆત દાખલ કરી શકે. ૨૦૦૩ના વીજળી અધિનિયમની કલમો-૧૨૬,૧૨૭,૧૩૫ થી ૧૩૯,૧૫૨, અને ૧૬૧ હેઠળ આવતી બાબતો ઓમ્બુસડસમેનના ક્ષેત્રાધિકારમાં આવતી નથી. |

અમારો સંપર્ક
સાઇટ મેંપ
લોગિન
હોમ
પ્રતિસાદ
પૃષ્ઠ છાપો