કાર્યો

Array છાપો Array

૨૦૦૩ના વિજળી અધિનિયમની કલમ ૮૬ અન્વયે જણાવ્યા પ્રમાણે આયોગના કાર્યો નીચે પ્રમાણે છે. :

રાજ્ય આયોગ નીચેના કાર્યો બજાવશે, જેમ કે:-
(૧.)રાજ્યની અંદર વિજ ઉત્પાદન, પુરવઠો વિજળીનું વિતરણ અને વ્હીંલીંગ, જથ્થાબંધ કે જથ્થામાંછૂટક, જે હોય તે માટે પ્રશુલ્ક નક્કી કરવું: જ્યાં ખુલ્લા પ્રવેશની કલમ પર અન્વયે જે ગ્રાહકોના વર્ગને છૂટ આપવામાં આવી હોય ત્યાં રાજ્ય આયોગ, માત્ર વ્હીંલીંગ ચાર્જ અને તેના પરનો સરચાર્જ જો કોઇ હોય તો, ગ્રાહકના ઉક્ત્ત વર્ગ માટે નક્કી કરશે.
(૨.)રાજ્યની અંદરવિતરણ અને પુરવઠા માટે વિજળી ખરીદી માટે ૪૬ સમજૂતિઓ મારફત, વિજઉત્પાદન કંપનીઓ કે પરવાનેદારો કે અન્ય સ્ત્રોતો પાસેથી જે ભાવે વિજળી ખરીદવામાં આવે તે સહિત વિતરણ પરવાનેદારોને વિજળી ખરીદી અને પ્રાપ્તિ પ્રક્રિયા નિયંત્રિત કરવી.
(૩.)આંતર-રાજ્ય પ્રવાહન અને વિજળી વ્હીંલીંગની સગવડ કરવી.
(૪)રાજ્યની અંદર પ્રવાહન પરવાનેદારો, વિતરણ પરવાનેદારો અને વિજળી વેપારીઓ તરીકે તેમની કામગીરી સંબંધમાં કામ કરવા માંગતી વ્યક્તિઓને લાઇસન્સ આપવા.
(૫)ગ્રિડ સાથે જોડાણ કરવા યોગ્ય પગલાં લઇને ઉર્જાના નવીનીકરણપાત્ર સ્ત્રોતોમાંથી વિજળીના સહ-ઉત્પાદન અને ઉત્પાદનને અને કોઇપણ વ્યક્તિને વિજળીનું વેચાણને પ્રોત્સાહન આપવું. , તેમજ આવા સ્ત્રોતોમાંથી વિજળી ખરીદવા માટે, વિતરણ લાઇસન્સીંગ વિસ્તારમાં કૂલ વિજ વપરાશની ટકાવારી પણ નિર્દિષ્ટ કરવી.
(૬)પરવાનેદારો અને વિજ કંપનીઓ વચ્ચેની તકરાર પર ન્યાય નિર્ણય આપવો અને કોઇપણ તકરાર લવાદને સોંપવી.
(૭)આ અધિનિયમન હેતુ માટે ફી વસૂલ કરવી.
(૮)કલમ-૭૯ની પેટા કલમ-(i) ના ખંડ-(૪) અન્વયે નિર્દિષ્ટ ગ્રિડ સંહિતા સાથે સુસંગત રહીને રાજ્યની ગ્રિડ સંહિતા નિર્દિષ્ટ કરવી.
(૯) પરવાનેદારો દ્વારા ગુણવત્તા, સાતત્ય અને વિશ્વાસનીયતા સંબંધમાં ધોરણો નિર્દિષ્ટ કરવા અને અમલ કરવો.
(૧૦) જરૂરી જણાય તો વીજળી આંતર-રાજ્ય વેપારમાં વેપારનો ગાળો નક્કી કરવો.
આ અધિનિયમ હેઠળ તેને સોંપવામાં આવે તેવા બીજા કાર્યો બજાવવા, રાજ્ય આયોગ, નીચેની બધી કે કોઇપણ બાબતો અંગે રાજ્ય સરકારને સલાહ આપશે. જેમકે:
(૧) વિજળી ઉદ્યોગની પ્રવૃતિઓમાં સ્પર્ધા, કાર્યક્ષમતા અને કરકસરને પ્રોત્સાહન,
(૨) વિજળી ઉદ્યોગમાં રોકાણને પ્રોત્સાહન,
(૩) રાજ્યમાં વિજળી ઉદ્યોગની પુર્નવ્યવસ્થા અને પુર્નરચના ,
(૪) વિજળી ઉત્પાદન, પ્રવાહન અને વિતરણ અને વેપારને લગતી બાબતો અથવા સરકારે રાજ્ય આયોગને પુછાવેલી બીજી કોઇ બાબતો.
આયોગ, તેની સત્તાઓ અમલમાં મૂકતી વખતે અને તેના કાર્યો બજાવતી વખતે પારદર્શકતા સુનિશ્વિત કરશે.
તેના કાર્યો બજાવતાં, રાજ્ય આયોગ, રાષ્ટ્રીય વિજળી નીતિ,રાષ્ટ્રીય વિજળી યોજના અને કલમ-૩ અન્વયે પ્રસિદ્ધ કરેલ પ્રશુલ્ક નીતિ દ્વારા માર્ગદર્શન મેળવશે.
 
સમાચાર મેળવો
Sign Up for News Updates

Design & Develop By MahaLaxmi Associates.